કંઈ ખાસ તો નથી પણ આજે મારો જન્મદિવસ છે. એમ તો પહેલા કોઈપણ પ્રકારની ઉજવણી કરતાં ન હતા પરંતુ 2010 થી એટલે કે નોકરી પર લાગ્યા તે પછી Amir Diwanની શરૂઆતથી દર વર્ષે અમે જન્મદિવસની ઉજવણી કરવાની શરૂ કરી.છેલ્લા 3 years થી હેતલની અમૂલ્ય ભેટ અને ધારસીમેલના મિત્રોનો સંગાથ સાથે હોય છે.
આ વખતે નથી કોઈ જન્મદિવસનો ઉત્સાહ કે નથી કોઈ આનંદ. કેમ કે આ વખતે સૌથી મોટું દુઃખ પડ્યું કે હવે મારો મોટો ભાઈ અચાનક અમારી વચ્ચે નથી રહ્યો. ભાઈ વિશે કંઈ લખું એવી મારી માનસિક હાલત નથી .3 મહિના થઈ ગયા આ દુઃખદ પલને નથી ભૂલી શકાતું.બધા સાથે હોયને હસવું આવે ત્યારે અચાનક જ વિચારું તો યાદ આવે કે ભાઈ નથી રહ્યો હવે.ખબર નહિ કેટલા દિવસ,કેટલા મહિના, વર્ષો, આવું થશે પણ સાચે જ ભાઈની બહુ યાદ આવે છે. દિલમાં સતત જ ખુચ્યા કરે છે કે ભાઈ સાથે ને અમારી સાથે કેમ આટલું જલ્દી બન્યું. ખબર છે કે આજ નહિ તો કાલ મૃત્યુ તો આવવાનુ જ તે નિશ્ચિત છે,પણ આટલું જલ્દી અને અણધાર્યું આવ્યું એટલે તેને સહન કરવું અને માન્યમાં નથી આવતું.હું મોટે ભાગે વાસ્તવિકતામાં જીવવાનું પસંદ કરું.
સ્વજનો,મિત્રો, કે બધા સાથે વારંવાર ભાઈ સાથેની યાદો વાગોળ્યા કરવાથી આપણને જેવી ફિલિંગ કે સ્મૃતિ તાજા થતી હોય એવી અમુક દિવસો,મહિનાઓ પછી બધા સાથે આવી વાતો વાગોળવાથી બધા બોર થતા હોય છે એટલે અમુક વિવેક જાળવી રાખીને પણ ભાઈની વાત ન કરવી ઉચિત લાગે. અમુક ખાવાની ચીજો, ફરવાના સ્થળો,અમુક વસ્તુ જોઈને ભાઈ યાદ આવી જ જાય તો પણ આપણને વારંવાર કહેવું સારું ના લાગે. મમ્મી પપ્પાને કહીએ તો તેવો ભાઈની યાદોમાં સરી પડે છે. Jayendra Patel હંમેશા તારો ઋણી રહીશ.
જીવનમાં તકલીફ કે મુસીબતો આવતી હોય છે, તે બાબતોમાં આપણે લડી શકીએ છીએ.જે થાય તે સારા માટે જ થાય એવો ગીતાબોધ પણ લઈ શકાય ,પણ આપણા પ્રિય સ્વજનના વિયોગથી જાણે કારણ વગર વરસો સુધી રડવાનું ચાલુ જ રહેતું હોય છે.
તહેવારો આવે છે,જાય છે ત્યારે વિચારોમાં પ્રિયજનનો વિયોગ ઘેઘુરું બનીને મન વિચારોના આવેગોમાં સતત ડોકિયા કરે છે. તેમની નાની નાની વાતો આંખ સામે આવી ને રડાવે છે, તેણે બેસતા વર્ષે આપેલા રૂપિયા (મોટા હોય એ નાનાઓને પૈસા આપે), દરેક વખતે રેલ્વે સ્ટેશન લેવા મૂકવા આવે, એવી તો બહુ બધી યાદો.
મારા જીવનમાં પહેલેથી મોટામાં મોટું પીઠ બળ મારા ભાઈનું હતું.ભાઈ એટલે મિસ્ટર પરફેક્ટ,સત્ય, ખુદ્દાર, સમર્પણ. દરેક સબંધમાં તેની વફાદારી.મને નોકરીએ લગાડવામાં કે PTC નુ સ્થળ પસંદ કરવામાં હોય કે મારી દરેકે દરેક વસ્તુ લેવાની હોય તેમાં મારા ભાઈનો જ ફાળો.
મારા જીવનમાં પહેલેથી જ હરિના પ્રતાપે મિત્રોનો સંગાથ બહુ રહ્યો. નોકરીએ લાગ્યો પછી નેટવર્કનાં અભાવે કોમ્યુનિકેશન કેટલા વર્ષો સુધી ના રહ્યું,સમયનો ગેપ રહ્યો તો પણ તેમની મારા પ્રત્યેની લાગણી અને સબંધોમાં કોઈ ઊણપ આજ સુધી નથી આવી.અમુક મિત્રો સાથે કેટલા વર્ષોથી આજ સુધી વાત પણ નથી કરી. આજના દિવસે મારા જીવનમાં આવેલા દરેક મિત્રોનો આભાર માનું છું,તમે બધા છો એટલે ટકી રહેવામાં સક્ષમ બની રહેવાય છે. પ્રાથમિક શાળામાં દશરથ ઠાકોર, આનંદ, પ્રવિણ,રમેશ, Shaishav Patel, Rabari Suresh, ખાસ મિત્રો બન્યા. ધાગધ્રામાં મારો ખાસમ ખાસ મિત્ર Brij Joshi.તેની સાથે કલાકોની કલાકો વાત થતી, કોઈ પણ ટોપિક વિના.ભલે આજે વાત નથી કરતા પણ મારા જીવનમાં તેની સાથેની અનેક યાદગાર પળો સાથે અમે પસાર કરેલી યાદ છે.
તે પછી હું ધોરણ ૧૧ માં પાટડી (સુરેન્દ્રનગર) આવ્યો.અને મારી દોસ્તીનું નવું પ્રકરણ ચાલુ થયું .અને તે નામ છે મોવર ઉર્ફે Mustufa Movar. એમ તો મને જે ઓળખે તેમને ખબર જ છે કે આ નામનું મારા જીવનમાં શું મહત્વ છે.આ એક એવું વ્યક્તિત્વ છે જ્યાં મને વારંવાર જાવું,રોકાવું અને સંગાથ માણવો ગમે.ભાઈને સિરિયસ હાલત બની અને સુરેન્દ્રનગર થી રાજકોટ સિફટ કરવાના હતા અને ઘરેથી ફોન આવ્યો,હું બીલીમોરા હતો તે સમયે ઘરનો ફોન જેવો મૂક્યો બીજી જ સેકન્ડમાં ભગવાને શું સુઝાડ્યું ને મુસ્તુફાનો તેની બહેનની સગાઈ નું ઈનવીટેશન માટે કોલ આવ્યો અને તાત્કાલિક મે હોસ્પિટલ જવા માટે તેને કીધું, તે નોકરી દાવ પર મૂકીને ત્યાં પહોંચી ગયો અને રાજકોટમાં મારી ફેમિલી સાથે ખડેપગે રહ્યો,મારા મમ્મી એ ઘણીવાર કીધું કે ભાઈ તારે જાવું હોય તો જા ! પ્રફુલ હવે આવી જશે અને દરેક વખતે મુસ્તુનો જવાબ હતો કે પ્રફુલ હોત અહીઁ તો તેને પણ તમે જવા કહેતા…..!!! આ છે મારા મન ફ્રેન્ડશીપ. આ છે મારા મન દોસ્તીની વ્યાખ્યા.અમારા લગ્નોમાં એણે જેટલું કામ કર્યું છે તે તો હું શબ્દોથી કહીને તેની તોહીન નહિ કરું પણ દોસ્ત હું જ્યાં અટક્યો છું ત્યાંથી કાઢવા માટે હંમેશા તૈયાર રહેતો મારો ભાઈબંધ.તેની મારા પ્રત્યે હંમેશાથી એક ફરિયાદ રહે છેકે હું દુઃખમાં તેને યાદ નથી કરતો પણ દોસ્ત જીંદગીના ઝંઝાવાતી વાયરામાં બધા ને જ કંઈ ને કંઈ ફરિયાદ ,તકલીફ રહેવાની બને ત્યાં સુધી સફર જાતે જ ખેડવાના પ્રયત્નો કરું અને પછી છેલ્લે તો સરદારની કાયા કરતા પણ વિરાટ હૃદય ના મિત્રો છે જ. અમે આજે પણ ઘણી વાર કલાકો સુધી વાત કરીએ છીએ,મને ઓળખતા મારા ખાસ મિત્રોને ખબર છે મને બહુ ફોનમાં લાંબી વાતો કરવી ગમતી નથી પણ વર્ષોથી મુસ્તુફા જોડે નોનસ્ટોપ વાત કરીએ.આમ પણ મિત્રો સાથે મનમાં મેલ કે છુપો ભાવ રાખવામા તમારો ભાવ ઘટતો જાય છે અને આમ પણ મિત્રો તો તમારામાં ઊણપ કે ખોટ હશે તો પણ પોતાના ખભે બેસાડી ને જિંદગીની ખટમાળમાંથી પસાર કરાવશે.
PTC માં પણ એવા ઘણાં મિત્રો આવ્યા જેમની સાથે પણ યાદગાર સફરો રહી, Kaushik Patel, Rajendra Vaghela,Haresh Shekh, Rasik Gohil, વિજયરાજ, વિજય પટેલ , Sanjay Chauhan વિ. એમ તો ઘણાં બધાં મિત્રો હતા કદાચ લખવા બેસું તો પણ અમુક તો છૂટી જશે જ.કૌશિક સાથે ચર્ચાઓની અને વાતોની બહુ યારી.
પણ અમુક મિત્રો સાથે વરસમાં એકાદ દિવસ એવો રાખવાનો પ્રયત્ન કરીએ છીએ…બસ ભેગા મળીને જીવનનો થાક, પસ્તાવો, ડુમાઓ ઘરે મૂકીને એકબીજાની ગોઠડીઓ કરીએ. જેની પાસે સમય, વ્યવહારો, કામ હોય તેમને તે મુબારક, પણ અમે ખાસ મિત્રોનો જીવનનો યાદગાર પલ ઝીલવામાં હરહંમેશ માટે તૈયાર જ રહીએ છીએ. અંત સમયે શું શું યાદ આવશે તે તો નથી ખબર પણ મિત્રો સાથે ફરેલી ક્ષણો અચૂક યાદ આવવી જ જોઈએ, એવું હું સ્પષ્ટપણે માનું છું.
ધારસીમેલમાં આવ્યા પછી રવિ, Chaudhari Sejal,મનીષ, Dhimar Pankaj નિકુંજ પટેલ, Jignesh Patel, અમીર,યોગેશ,વિવેક જેવા મિત્રો મળ્યા, જેઓએ આજદિન સુધી સાથ નિભાવ્યો.આજે જ મારા જન્મદિવસે ધારસીમેલ છોડ્યું તેનું દુઃખ… દરેક સાથે સમયાંતરે એક સારી એવી બોન્ડિંગ હતી,છે. ધારસીમેલ ગામની યાદો બહુ જ છે મારા જીવનમાં.કેમ કે આજ ગામમાં મારો પ્રિય અને જીગરી દોસ્ત અમીર દીવાન મને પહેલી વાર મળ્યો.મુવાલ, પાદરા તેનું વતન, એવી દોસ્તી કે તેનું ઘર મને મારું બીજા નંબર નું ઠેકાણુ લાગે. મોટાભાગના વાર તહેવારો ત્યાં ઉજવ્યા,હંમેશાથી મને પોતાનું પણું લાગે.
બન્નેનું નોકરીનું સ્થળ ધારસિમેલ ગામથી નજીક અને ૫/૬ વર્ષ રૂમ પાર્ટનર તરીકે રહ્યા.બન્ને એકબીજાને બહુ જ સારી રીતે જાણીએ.છેલ્લા ઘણા વર્ષોથી દરેકે દરેક સુખ હોય કે દુઃખ સાથે જ હોય.સાથે મળીને વડોદરાની ગલીઓમાં પણ ફર્યા, અને ધોધમાર વરસાદમાં કોઈ જ ના ઓળખે તેવા ઘર માં પણ રાતવાસો કરી રોકાયા. છેલ્લા ૧૦ વર્ષમાં બહુ બધી જગ્યાએ ફસાયા અને હેરાન પણ થયા પણ આ જ તો લાઈફ છે , કાર્ડિયો ગ્રામની જેમ , ઉતાર ચઢાવ તો આવવો જ જોઈએ ને.! મતભેદ તો થયા અને હજુ પણ થાય છે પણ હજુ આજદિન સુધી ભાઈબંદી અકબંધ છે ,રહેશે.ભાઈ હોસ્પિટલમાં હતા અને અમીરને મે રાજકોટ આવવા કીધું.કોઈ જ જાતના પ્રશ્નો કે લાંબી વાત વગર નીકળી આવ્યો.હર ઘડી સાથે રહ્યો.આ બાબતમાં જ નહિ પણ એવી કોઈ જ મુસીબત નહિ હોય જેમાં તે મારી સાથે નહિ હોય.નોકરીમાં , ભાઈના અને મારા લગ્નમાં, ઘર બનાવવામાં,પુસ્તકો લેવા જવામાં,કે કોઈપણ જગ્યાએથી કોઈ વસ્તુ (મારી મોટાભાગની વસ્તુ નોર્મલ નથી હોતી) લેવા જવાનું હોય તો પણ હંમેશા સાથે હોય.
મને બહુ નવા મિત્રો બનાવવા ગમતા નથી ,મને જે બહુ વેવલાવેડા કે તમને પૂછવા ખાતર કે માત્ર ટાઈમ પાસ કરતા લોકોથી ખાસ એલર્જી.અમુક લોકોની એક આદત મને બહુ નવાઈ પમાડે,તેમને તમારૂ સારું થાય તેમાં કોઈ જ દિલજસ્પી હોતી નથી પણ દરેક વખતે કોઈને કોઈ સલાહ કે જ્ઞાન લઇને સવાલોનો અને જવાબોનો મારો કરવા તૈયાર જ હોય.
થેંકસ Hetal Patel…મારી લાઈફમા આવવા માટે.ભાઈને આવું થયું તે પછી પણ અમને તે સંભાળ્યા.હંમેશાથી હું જેવો છું તેવો જ તું મને સ્વીકારે છે. અમુક સમયે આપણે જેવા સોશિયલ લાઈફમાં દેખાઈએ તેવા નથી હોતા.હું કોઈવાર કલાકોની કલાકો સુધી વાંચતો હોય ,કોઈ કામ હોય તો પણ આન્સર ના આપતો હોય એવું ઘણી વાર બને .ત્યારે પણ તું મને સહન કરે છે.હું હંમેશાથી જ તારી સમજણશક્તિની કદર કરું છું.તું છે તો હાશકારો છે,તું છે તો સહજતા છે,તું છે તો લાઈફમાં મોજ છે. લવ યુ…
મને ક્યારથી ખબર નહિ પણ વાંચવાનો બેહદ શોખ. સાથે સાથે સૌરાષ્ટ્રમાં મોટો થયો એટલે મોરારીબાપુ,ભીખુદાન ગઢવી, હેમંત ચૌહાણ, ધીરુભાઈ સરવૈયા, જય વસાવડાને સાંભળવા પહેલેથી જ બહુ ગમે.
અમુક વાતો એવી હોય છે કે પર્સનલ સ્પેસમાં હોય. એવી બહુ બધી યાદો ,દુઃખ_સુખ ,વેદના,પ્રેમ, દોસ્ત, દુશ્મની. બધી યાદો મનના ખૂણા માં ઇન્સ્ટોલ કરી ને રાખવી જોઈએ.
એક વાત ખાસ કહેવાનું મન થાય છે કે ભાઈને રાજકોટ લઈ ગયા તેના બીજા દિવસે જયભાઈ વસાવડા ને ઈ મેઈલ કર્યો મે.આટલા વ્યસ્ત કાર્યક્રમોમાં પણ મને રીટર્ન મેસેજ કર્યો. (તે સમયે જયભાઈ ફ્રાન્સ હતા) અને થોડા દિવસ પછી પાછો સામેથી ભાઈના ખબર અંતર પૂછતો મેસેજ આવ્યો. પર્સનલી કોઈ જ ઓળખાણ કે સબંધ વગર. આટલી વ્યસ્તા વચ્ચે પણ તેમના રીડર બિરાદરને જવાબ આપે એ કોઈ નાની સુનીવાત નથી.થેંકસ જયભાઈ.હંમેશા યાદ રાખીશ. હાર્દિકસિંહ ડાભી હંમેશા તું જીવનમાં આગળ વધે તેવી શુભકામના.
લવ યુ મમ્મી પપ્પા ભાઈ…🥰
Thank you very much for wishing me a happy birthday…😊🤗
Praful Patel