
ગઇકાલે જ ગુજરાતનાં જાણીતા,લાડકા લેખક જય વસાવડાનું નવું નક્કોર પુસ્તકનું પ્રિ બુકિંગ શરૂ થઈ ગયું છે… ફિલ્મ રિલીઝ થાય ને તેના ટ્રેલરમાં સારી સારી રોમાંચક સફર લોન્ચ કરે તેવી રીતે જ જયભાઈના જ શબ્દોમાં પુસ્તક વિશે થોડી વાત…
જેમાં છે મહાભારતથી હેરી પોટર સુધીની ફ્રેન્ડશિપની વાતો, સ્ત્રીઓનો ફ્રેન્ડઝોન ને પુરુષોનો બડી બ્રોમાન્સ, ફ્રેન્ડશિપ ટુ ફીલિંગ્સનું કન્ફ્યુઝન, સ્કુલ-કોલેજની મસ્ત યારી, ઓફિસમાં સંબંધોની દુનિયાદારી, હિન્દી-અંગ્રેજી ફિલ્મો અને વિશ્વસાહિત્યમાં મૈત્રી, દોસ્તીમાં દગાખોરી, દોસ્તીની દિલદારી… ડિજિટલ દુનિયામાં નેચરલ રિલેશન સમજવા અને સાચવવાની ઉપયોગી ટિપ્સ… બધું જ !
સંસ્કૃતના શ્લોક અને ઉર્દૂની શાયરી, અંગ્રેજીનાં કવોટ્સ ને ઇન્ટરનેશનલ કાર્ટૂન્સ, અતિથિ લેખકોના લેખો, દેશ-પરદેશની કવિતાઓ અને અનુવાદિત વાર્તાઓ…
મિત્રતા પર એવી આ તમામ અનોખી અને આધુનિક વાચન સામગ્રી સચિત્ર આકર્ષક ટુ કલર પ્રિન્ટિંગ ને રિમઝિમ ક્રિએશન્સની ટ્રેડમાર્ક બની ગયેલી સજાવટ સાથે મોટી સાઈઝના 200 પેજમાં.
એવેન્જર્સની સુપરહીરો ટીમની દાસ્તાન ભૂલાવી દે એવું ક્વોલિટી પ્રોડક્શન ગુજરાતીમાં…
જય વસાવડાની ધમાકેદાર દિવાળી રિલીઝ….
” યે દોસ્તી… “
ગયા વર્ષે દિવાળી ફેસ્ટિવલમાં જ તેમની ” ખાતા રહે મેરા દિલ” પુસ્તક આવ્યું હતું, દિવાળીમાં ફકત શાહરૂખ,આમીરની ફિલ્મો જ નહિ પણ આપણા લાડકા લેખકડાના પુસ્તકો પણ આવી શકે છે.આમ તો જય ભાઈ હંમેશા લોકો સાથે એટલા કનેક્ટ હોય છે કે તમારા પ્રશ્નોમાં,કૉમેન્ટમાં દમ હોય તો ચોક્કસ રિપ્લે આપે જ. (Fb, Instagram,mail બધે જ) મને ઘણી વાર આવ્યો છે તે અનુભવે કહું છું.
તો ગુજરાતીઓ જેમ બને તેમ આ પુસ્તકો વધારે ને વધારે ખરીદીને વાંચો ,ગિફ્ટ આપો સ્વજનોને. જયભાઈના બધા જ પુસ્તકો વાંચીને ચોક્કસ કહી શકુ કે તમે નિરાશ નહિ થાવ. ધારદાર મોર્ડન ગુજરાતીમાં દિલમાં ઉતરી જાય તેવી રજૂઆત હશે.અને વ્હાલાઓ આ વિષય જ એવો છે કે તેની કોઈ ઉંમર કે અવસ્થા નથી…જેના વગર તમે આજ નહિ પણ કોઈ દિવસ નહિ રહી શકો તે છે દોસ્તી.બધાના જ જીવનમાં એવા મિત્રો હોય જ છે જે તમને હંમેશા ઉપરને ઉપર લઇ જાય. પડીએ ત્યારે હાથ આપે, હુંફ આપે,દોડતો ના કરે પણ ધીમે ધીમે ચાલતો કરે પછી તો બધું આપણાં પર ડીપેન્ડ. આપણાં પણ લાઇફમાં એવી કોઈ ઘટના હોય તો કાલી ઘેલી વાતો લખી વહેંચી શકીએ છીએ,આમ પણ હવે તો અનેક માધ્યમો ઉપલબ્ધ છે તમારી વાતો વહેંચવા માટે.
તેમના દરેક પુસ્તકો જોઈને તમારી આંખ ઠરી જાય, ખોટેખોટા પાના ભરવા માટે કે પ્રમાણભૂત માહિતી વગર તેવો લખતાં નથી અને જ્યારે લખે ત્યારે ઠોસ મજબૂતી સાથે લખે.એમ તો જેને વાંચનનો શોખ છે તેવો નિયમિત તેમના બુધવારે અને રવિવારે આર્ટિકલો (ગુજરાત સમાચાર) વાંચતા જ હશે.
રોજે રોજ ડાહીડમરી વાતો કરી બોર નથી કરતા. તેથી જ ગુજરાતી લેખકના ફેસબુક પર 1,46,703 ફોલોવર છે,બધા જ સોશીયલ મીડીયામાં તેમની id છે, જાતે જ વાપરે અને પોસ્ટ મૂકે…બસ પોતાની મસ્તી,ખુશી, નોલેજ share કરે ને લોકો જોડાતા જાય છે.જિન્સ અને ટી શર્ટ પહેરીને પણ વ્યાખ્યાન આપે. ઝબ્બો પહેરેને દરેક વખતે જૂની પુરાણી જ સંસ્કારોની સભ્યતાની જ વાતો કરે તે જ લેખક કહેવાય તેવું નથી, તે તમને આ પુસ્તક “યે દોસ્તી” વાંચીને ખબર તો પડી જ જશે.
ઘેર બેઠા ડિસ્કાઉન્ટ સહિત મેળવવા અને પર્વ પર મીઠાઈ મેવાથી વધુ ટકાઉ એવી બુક ગિફ્ટ સ્નેહીઓને મોકલવા અને પોતાના માટે ઓનલાઈન પ્રિબુકિંગ લિંક :