એની કૃપાના દ્વારને ખોલાવતાં તો શીખ…

“દુ:ખ પડે દિલગીર ન થવું,સુખ મળે હરખાઈ ન જાવું;
સદાય હિંમત હૈયે થી નવ હારીએ રે…”

આત્મવિશ્વાસ, મોકળાશ, હળવાશથી લોકોની વચ્ચે રહીને વાતો સાંભળો,સમજો અને બને એટલા મદદરૂપ થઈએ તો પણ આપોઆપ લોકો માનની નજરથી જોવા લાગે છે. માન મેળવવા માટે હરખપદુડા થઈને વલખાં મારવાના ના હોય.ધીરુભાઈ સરવૈયા કહે છે કે તમારી વાત સાચી, સ્પષ્ટ અને લોકોના દિલમાં ઉતરે તો આપો આપ લોકો તાળી પાડવાના જ.તેના માટે થોડી થોડીવારે કહેવા ના બેસાય કે જોરથી તાળી પાડો.

જય વસાવડાના શબ્દો માં કહીએ તો જયારે આફતો વધે અને આશા ઘટે, ત્યારે જે પડકાર ઝીલીને બતાવે, વેદના ખુદ વેઠીને બીજાને મદદ કરવાની મહેનત કરવા ઝઝૂમે એ છે હીરો.

કેટલાં રૂપે મળે છે આ ધરા ઉપર માણસો,
બહારથી લાગે બરફને ભીતરે ભડભડ બળે.

મહાન, પ્રસિદ્ધ બનવા માટે કે બન્યા હોય તેમનામાં એક સમાનતા જોવા મળશે જ.તેઓ વગોવાઈને કે તલપાપડ થઈને માન સન્માનની ખોટી_વાહિયાત અપેક્ષા ના રાખે.( અપેક્ષા એ દુ:ખ નું મુખ્ય સાધન છે.) ગાંધીજી,સરદાર, ધીરુભાઈ, અમિતાભ,સચિન_દ્રવિડ,કે ઇરફાન_નવાઝુદ્દિન.આ બધા જ પોતાના ક્ષેત્રોના મહાન અને અવ્વલ દરજ્જાના વ્યક્તિત્વ મેળવેલ.બીજાને નીચા દેખાડવા માટે કોઈ જ પ્રયત્નો નહિ.તે લોકો સ્પષ્ટ માને છે કે આપણે મોટા થવા કંઈ પણ નહિ કરવું પડે , આપણી ઈર્ષા કરીને લોક નાના થઈ જશે.

દરેક વખતે આપણને માન-સન્માન જ મળે તે જરૂરી નથી,જે દિવસે નવીન કરવાનું કે શીખવાનું બંધ કરી દઈશું તે દિવસથી આપણે સમાજ કે પોતાના માટે પણ કંઈ જ કામના રહેશું નહિ.એક ને એક કાર્યમાં એક જ ઢબે, પદ્ધતિ કે પોતાનું ધાર્યું કરવાની મહેચ્છા ક્યાં સુધી અપનાવી રાખીશું!પોતાની આવડત, સૂઝ બુઝ થી લોકોને સાથે રાખનારો જ નાયક (લીડર) હોય છે.બિનજરૂરી વલખાં મારીને કે ભીડમાં વાંદરાની જેમ કૂદી ને સૌથી આગળ જતાં રહેવાથી લોકનાયક બનાતું કે ટકાતું નથી.હમેશા બધા તમને નોટિસ કે સરહાના આપતા રહેવાના નથી.

આપણે સામેવાળાને માન-સન્માન_મર્યાદા થી નવાજવા જોઈએ,ભલે તે ઉંમર, હોદામાં કે બોદ્ધિકતાથી નાનો હોય.સાચી પરખ તો નાના માણસો સાથેના સૌજન્યતામાં જ છે ને ( યુ નો ! મુન્નાભાઈ માં વેઇટરને બોલવાની રીત.)

દરેક વખતે રૂઆબદાર અવાજથી કે મનમોજીલા બની કામ સોંપવાથી યોજના પાર પડતી નથી,તેના માટે તો સંગઠન પણ એટલું જ જરૂરી અને મહત્વનું છે.સત્યકથા પર આધારિત માંઝી ધ માઉન્ટ મેનમાં પર્વતોને એક એકલવીર ચેલેન્જ કરે છે.ફિલ્મની શરૂઆત જ લોહીથી તરબોળાયેલ પર્વતને એક તાકી નજરે! ગુસ્સામાં રડતો રડતો બુલંદ સ્વરે કહે છે કે બહુ મોટો છે તુ ? બહુ અક્કડ ( અભિમાન) છે તારામાં, બહુ જોર છે.અરે…!આ તારો ભ્રમ છે,ભ્રમ.જો જે કેવી રીતે ઉખાડું છું તારો ભ્રમ.તે મારી જિંદગી ખરાબ કરી છે.હું તને ચીરે ને નાખી દઈશ. તારો ખેલ ખતમ અને દશરથ માંઝી ની સફર શરૂ થાય છે,પહાડ તોડવાની.વર્ષો થયાં તો પણ કોઈ જ પાસે માનપાનની આશા કે ઝંખના નહિ.બસ શાનદાર, જબરજસ્ત,જિંદાબાદ.આને કહેવાય કામ પ્રત્યેની પરાકાષ્ઠા. આપણે તો જાણે માનની હડસેલી ખેવના મેળવવા આગળની લાઈન માં ઉભા જ થઈ જઈએ.

એક વાત યાદ રાખવા જેવી છે કે દરેક વખતે લોકો સરતાજ બનાવીને સિંહાસન પર બેસાડી નહિ રાખે પરંતુ જો તમારો કોઈપણ ફિલ્ડમાં કે પરિવાર_મિત્રતામાં સંકેલવા કરતા વહેંચવાની દાનત હશે તો ચોક્કસ માન-સન્માનથી પર બની જશો.અન્યને સમજવાની, સ્વીકારવાની,અનુસરવાની ભાવના કેળવીએ તો અન્યનું અપમાન થવાના સંજોગો જ ઊભા થતા નથી. માન જોઈતું હોય તો માન આપવું પડે મારા વ્હાલા…!

Cheer The Mind

અભિમાનીને અંતરે,ભાસે જો નિજ ભૂલ;
તો પણ તેની જીભથી,કદી નહીં કરે કબૂલ.

પ્રફુલ પટેલ…😊

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create your website at WordPress.com
Get started
%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close